12 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરશે અર્જુન કપૂર? કાકા અનિલે આપી હિન્ટ

બિગ બોસ ઓટીટી સીઝન-3, 21 જૂનથી જિયો સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ સીઝનમાં શોના હોસ્ટ ઝક્કાસ એક્ટર અનિલ કપૂર છે.

એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું કે તે કપૂર પરિવારનો સૌથી ફેશનેબલ સભ્ય છે. જયારે ઘરની સૌથી અવ્યવસ્થિત સભ્ય રિયા કપૂર છે.

બોની કપૂર સૌથી મોડા આવનારા સભ્યોમાંથી એક છે.

આ પછી તેને પૂછવામાં આવ્યું કે કપૂર પરિવારમાં આગામી લગ્ન કોના થશે.

તેણે કહ્યું, 'આશા છે કે અર્જુનના.' આમ કહીને અનિલ કપૂરે સ્પષ્ટ કર્યું કે ટૂંક સમયમાં કપૂર પરિવારમાં શહેનાઇ વાગી શકે છે.

અર્જુન કપૂરની લવ લાઈફ પર નજર કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે.

દરરોજ તેના અને મલાઈકાના સંબંધોની ચર્ચાઓ થાય છે. જોકે, બંનેએ હજુ સુધી લગ્ન અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.