આઇફોન યુઝર્સ તેમના આઈફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ થઈ જવાથી હેરાન થઈ જાય છે, આ પ્રોબ્લેમ સોલ્વ કરવા ઘણા ઉપાયો છે
સામાન્ય રીતે આઇફોનમાં સ્ટોરેજ ફૂલ તે જવાથી ડેટા શેર કરવા આઇટ્યુન્સની મદદથી ફોટા કોપી કરવાનો સામાન્ય ઉપાય તો છે જ
આ સિવાય ટેલિગ્રામ અને વોટ્સએપ બન્ને મોબાઇલ અને લેપટોપ પર ચાલે છે. આની મદદથી પણ સહેલાઈથી આપ ડેટા ટ્રાન્સફર કરી શકો છો
બીજો ઉપાય એપલનું આઇક્લાઉડ, ગૂગલ ડ્રાઇવ, ડ્રોપ બોક્સ જેવા ઘણાં ક્લાઉડ ડ્રાઇવ છે જેની મદદથી ફોટાને ડેટા પર અપલોડ કરી શકાય છે
એપલનું લેપટોપ હોય તો એરડ્રોપ ફીચરનો ઉપયોગ કરીને ફોટો ખૂબ જ ઝડપથી ડેટાની આપ લે કરી શકીએ છે
વિન્ડોઝ લેપટોપમાં ડેટા કેબલ વડે આઇફોનને લેપટોપ સાથે કનેક્ટ કરીને પણ આપ ડેટા ટ્રાન્સફર કરી શકો છો