શનિદેવ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે. એવું કહેવાય છે કે, લગભગ અઢી વર્ષ પછી જ શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.
જે રાશિમાં શનિદેવ પ્રવેશ કરે છે, તેની આગળ અને પાછળની રાશિ પર ઢૈયા રહેતી હોય છે. શનિની સાડાસાતી, ઢૈયા અને મહાદશા ખાસ દશા છે.
શનિદેવ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કુંભ રાશિવાળાને સાડા સાતી શરૂ થશે. જ્યારે મકર રાશિના જાતકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળશે.
કુંભ રાશિના લોકો માટે શનિની સાડાસાતી 23 જાન્યુઆરી, 2028ના સમાપ્ત થશે. આ દરમિયાન કુંભ રાશિની સમસ્યાઓ વધશે પરંતુ આ 3 રાશિઓને લાભ થશે.
શનિની ચાલમાં પરિવર્તન બાદ મિથુન રાશિવાળા લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે આ સૌથી શુભ સમય છે. વેપાર-ધંધામાં મોટો સોદો મળી શકે છે. કામ માટે ક્યાક દૂરની યાત્રા થઈ શકે છે.
કર્ક રાશિવાળા લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. અપરિણીતોના સંબંધો વિશે વાતો આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તુલા રાશિના લોકો પર તેની પોઝિટિવ અસર પડશે. આ દરમિયાન પૈતૃક સંપત્તિમાંથી આર્થિક લાભ થઈ શકે છે. વેપાર-ધંધામાં જોરદાર તેજી જોવા મળી શકે છે.