iPhone 15 કે 14 ખરીદ્યો છે તો એપલ આપશે 10 હજાર રૂપિયા, બસ પૂરી કરવી પડશે એક શરત

જો તમે iPhone 14 કે 15 ખરીદ્યો છે, તો તમારા માટે સારા સમાચાર છે. Apple તમને 10 હજાર રૂપિયા રિફંડ આપી શકે છે. તેનું કારણ કંપનીની એક નીતિ છે. જો કે આ માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે.

તમે ખરીદેલા iPhoneના 14 દિવસની અંદર કંપની કિંમતમાં કોઈ ફેરફાર કરે છે, તો તમને ફોનને લઈને રિફંડ મળી શકે છે.

જો તમે iPhone 16 લોન્ચ થયાના થોડા દિવસ પહેલા iPhone 15 કે iPhone 14 ખરીદ્યો છે, તો કંપની તમને 10,000 રૂપિયા આપશે.

આ માટે જરૂરી છે કે, તમે તમારો ફોન એપલ સ્ટોર અથવા એપલની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદ્યો હોય. જો કે, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

કંપનીએ તેની પોલિસીમાં કહ્યું છે કે, રિફંડ માટે તમારે કિંમતમાં ફેરફારના 14 દિવસની અંદર કંપનીનો સંપર્ક કરવો પડશે.

તમે 000800 040 1966 પર કોલ કરીને તમારી યોગ્યતા વિશે જાણી શકો છો. તમે નજીકના એપલ સ્ટોરની મુલાકાત લઈને પણ જાણી શકો છો.

જો કિંમતમાં ઘટાડો મર્યાદિત સમય માટે છે, એટલે કે કોઈ સેલ હેઠળ કંપનીએ કિંમતમાં ઘટાડો કર્યો છે, તો તમને તેનો લાભ મળશે નહીં.

આ ઉપરાંત, પ્રાઈઝ પ્રોટેકશન કોઈ ડિવાઇસમાં 10 યુનિટ સુધી મર્યાદિત છે. તેથી જો તમે આનાથી વધુ યુનિટ ખરીદ્યા છે, તો તમને આ લાભ નહીં મળે.

અહીં તમને જણાવી દઈએ કે કંપનીએ iPhone 14 અને iPhone 15ની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે કંપનીએ iPhone 13ને બંધ કરી દીધો છે.