Apple આપશે 1 મિલિયન ડોલર, બસ કરવું પડશે આ કામ
એપલ ઈન્ટેલિજન્સ સર્વર્સને જો કોઈ વ્યક્તિ હેક કરી શકે તે દર્શાવે, તો કંપની તેમને 1 મિલિયન ડોલરઆપવા માટે તૈયાર છે. એપલ દ્વારા તાજેતરમાં જ આ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
એપલે તેની સિક્યોરિટીનું પરીક્ષણ કરવા માટે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેની મદદથી જો સિક્યોરિટીમાં કોઈ પ્રોબ્લેમ હોય, તો એપલને તેની જાણ થઈ શકે છે.
એપલ દ્વારા તેમના દરેક ડેટાને આ સર્વર પર રાખવામાં આવે છે, જેને પ્રાઈવેટ ક્લાઉડ કોમ્પ્યુટ તરીકે ઓળખવામાં આવે છે.
એપલના આ સર્વર દરેક પ્રકારના સાઈબર અટેક અને હેકિંગ માટે હંમેશા તૈયાર રહે છે. આ સર્વરને એકદમ સિક્યોર માનવામાં આવે છે, જેમાંથી ડેટા કોમ્પ્રોમાઇઝ થવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
એપલ ઈન્ટેલિજન્સ સર્વરના લોન્ચ સાથે, એપલ આ સર્વરને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. આ માટે કંપનીએ ઘણી સિક્યોરિટી અને પ્રાઈવસી રિસર્ચ ફર્મોને તેમના સર્વરને પરીક્ષણ માટે હાયર કર્યા હતા.
તેમના તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ, કંપની હવે આ સર્વરને હેકર્સ, ડેવલપર્સ, અથવા કોઈપણ વ્યક્તિ માટે પરીક્ષણ માટે ઓફર કરી રહી છે. જે પણ વ્યક્તિ આ સિક્યોરિટીને તોડશે, તેને 1 મિલિયન ડોલર આપવામાં આવશે.
આમાં સિસ્ટમની ડિઝાઇન અથવા તેની બનાવટને કારણે ભૂલથી ડેટા જોવાય, તો તે માન્ય રહેશે.
યુઝર દ્વારા કોઈ પરવાનગી આપ્યા વગર હેકર્સ ડિવાઇસ અથવા સર્વરને એક્સેસ કરી શકે, તો તે પણ માન્ય રહેશે. કોઈપણ વ્યક્તિ સિસ્ટમને કોમ્પ્રોમાઇઝ કરીને ડેટા કલેક્ટ કરી શકે, તો તે પણ માન્ય રહેશે.
સિસ્ટમ ડિઝાઇનની ખામી શોધી આપનારને 50,000 ડોલર, અનસર્ટિફાઇડ કોડનો ઉપયોગ દર્શાવનારને 100,000 ડોલર, યુઝરનો ડેટા ચોરી માટે 150,000થી 250,000 ડોલર, યુઝરની પરવાનગી વગર કોડનો ઉપયોગ કરીને ડિવાઇસને એક્સેસ કરનારને 1 મિલિયન ડોલર આપવામાં આવશે.
એપલ દ્વારા કેટેગરી તો આપવામાં આવી છે, પરંતુ આ સિવાય પણ કોઈ મહત્ત્વની સિક્યોરિટીની ખામી શોધી આપનારને પણ પૈસા ચૂકવવામાં આવશે. બધા ફંડ્સ ફક્ત યુઝરના ડેટા સિક્યોર અને તેમના પ્રાઈવસી જાળવવા માટે જ છે.