અનુષ્કા સેને કાન્સમાં કર્યું ડેબ્યુ, ફ્લોરલ ગાઉનમાં જોવા મળ્યો સુંદર લુક

કાન્સ 2025માં ભારતીય સેલિબ્રિટી પણ પહોંચી રહ્યા છે. આ વર્ષે ઘણી ભારતીય અભિનેત્રીઓ કાન્સમાં ડેબ્યુ કરી રહી છે.

22 વર્ષીય અભિનેત્રી અનુષ્કા સેને પણ 78મા કાન્સમાં પોતાનું ડેબ્યુ કર્યું છે.

અનુષ્કાએ પર્પલ કલરના ફ્લોરલ ગાઉનમાં રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો દેખાડી હતી.

કાન્સના રેડ કાર્પેટ પર પહેલીવાર પહોંચેલી અનુષ્કા ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેણે રેડ કાર્પેટ પર ઘણા પોઝ પણ આપ્યા હતા.

આ દરમિયાન અનુષ્કાએ રેડ કાર્પેટ પર કોરિયન હાર્ટ બનાવીને પણ પોઝ આપ્યો હતો.

અનુષ્કાનો લુક ફેન્સને ખૂબ ગમ્યો અને તેઓએ તેને રાણી, ક્યૂટ અને બ્યુટીફૂલ કહી હતી.

અનુષ્કા પહેલા જેકલીન ફર્નાન્ડીઝ અને નિતાંશી ગોયલ જેવા સ્ટાર્સે પણ કાન્સ 2025માં પોતાનો ચાર્મ બતાવ્યો હતો.

હવે ફેન્સ ઐશ્વર્યા રાયના કાન્સમાં પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. ફેન્સ ઐશ્વર્યાના કાન્સ 2025ના લુકને જોવા માટે ઉત્સુક છે.