અનુપમ ખેર પાસે છે 400 કરોડની સંપત્તિ, છતાંય નથી પોતાનું ઘર, જાણો કેમ?

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર 7 માર્ચે પોતાનો 70મો જન્મદિવસ ઉજવશે. કાશ્મીરી પંડિતના ઘરે 1955માં શિમલામાં તેમનો જન્મ થયો હતો.

અનુપમે મહેશ ભટ્ટની ફિલ્મ "સારાંશ" (૧૯૮૪) થી મુખ્ય અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું.

25 વર્ષની ઉંમરે વૃદ્ધ માણસની ભૂમિકા ભજવી હતી

અનુપમ ખેર એક ફિલ્મ માટે 3 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અનુપમ ખેરે 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક વર્ષમાં લગભગ 30 કરોડ રૂપિયા અને મહિનામાં 2.5 થી 3 કરોડ રૂપિયા કમાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરની કુલ સંપત્તિ 405 કરોડ રૂપિયા છે.

અનુપમ ખેર મુંબઈમાં કોઈ ઘર ધરાવતા નથી. તેઓ ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે.

અનુપમ ખેર કહે છે કે બાળકો જીવતા હોય ત્યારે તેમને કંઈક આપવું જોઈએ, જો મૃત્યુ પછી તેમને ઘર આપવામાં આવે તો તેનો શું મતલબ

તેમણે પોતાની માતા માટે શિમલામાં એક ઘર ખરીદ્યું છે. તેમની પત્નીનું પણ ચંદીગઢમાં ઘર છે. પરતમુંબઈમાં તેમનું પોતાનું કોઈ ઘર નથી.