અંશુલ કંબોજે રણજી ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, જાણો એવું શું કર્યું?

હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી 2024-25માં હરિયાણાના ઝડપી બોલર અંશુલ કંબોજે ઈતિહાસ રચી દીધો હતો.

અંશુલ કંબોજે કેરળ સામેની મેચમાં બધી જ 10 વિકેટ લીધી હતી.

લાહલીમાં રમાયેલી પાંચમા રાઉન્ડની મેચમાં કેરળની પહેલુઈ ઇનિંગમાં અંશુલ કંબોજે આ કારનામું કર્યું હતું.

રણજી ટ્રોફીની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપનાર તે માત્ર ત્રીજો બોલર છે.

અંશુલ કંબોજ પહેલા બંગાળના પ્રેમાંસુ ચેટર્જીએ સન 1957માં અને રાજસ્થાનના પ્રદીપ સુંદરમે સન 1985માં આવું કર્યું હતું.

અંશુલે સૌથી પહેલા મેચના પાંચમા બોલ પર બાબા અપરાજિતને આઉટ કર્યો હતો. આ પછી શોન રોજરના રૂપમાં તેણે પોતાની 10મી વિકેટ લીધી હતી.

અંશુલ કંબોજના બોલિંગના આંકડા આ પ્રમાણે હતા, 30.1 ઓવર, નવ મેડન ઓવર, 49 રન અને 10 વિકેટ.

14 નવેમ્બરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેવા અંગે અંશુલ કંબોજે કહ્યું હતું કે, 'આ સ્થિતિ દરરોજ નથી રહેતી.

વધુંમાં અંશુલ કંબોજે કહ્યું કે હું બાકીની બે વિકેટ લેવાનો પ્રયત્ન કરીશ. પરંતુ જો ટીમના અન્ય બોલરો પણ આ વિકેટો મેળવશે તો પણ મને એટલી જ ખુશી થશે.

ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન પહેલા અંશુલે ક્યારેય એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી ન હતી. પરંતુ બે મહિનામાં તે પહેલા 8 વિકેટ અને હવે 10 વિકેટ લઇ ચૂક્યો છે.

માનવામાં આવે છે કે આગામી IPL 2025 માટેના મેગા ઓક્શનમાં તેને મોટી રકમ મળી શકે છે.