કાન્સમાંથી સામે આવ્યો જાહ્નવીનો નવો લુક, ડ્રિપિંગ સાડીમાં દેખાયો અલગ અંદાજ

જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કાન્સમાંથી પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે.

આ નવા લુકમાં, જાહ્નવી વ્હાઈટ ડ્રિપિંગ સાડીમાં જોવા મળી રહી છે. જાહ્નવીનો આ લુક સિમ્પલ અને સિઝલિંગ છે.

જાહ્નવીએ સાડીમાં ઘણા મોહક પોઝ આપ્યા હતા. તેણે આ સાડી સાથે ચોકર અને ઇયરરિંગ્સ પહેરી હતી.

જાહ્નવીએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ડેબ્યુ કર્યું છે. કાન્સમાં તેની ફિલ્મ 'હોમબાઉન્ડ' નું પ્રીમિયર યોજાયું હતું.

જાહ્નવી સોશિયલ મીડિયા પર ફ્રાન્સથી પોતાનો લેટેસ્ટ લુક સતત શેર કરી રહી છે.

જાહ્નવીનો આ લુક તેના અન્ય લુક્સ જેટલો જ અદ્ભુત છે. જાહ્નવીના ફેન્સને તેનો આ લુક ખૂબ જ હોટ લાગી રહ્યો છે.