‘ડિરેક્ટરે મને ખોળામાં બેસાડી, પછી મરજી વિરુદ્ધ કિસ કરી દીધી' વધુ એક અભિનેત્રીનો ડિરેક્ટર પર ગંભીર આરોપ

કેરળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂ થયેલો મીટુ (Me Too) અભિયાનના પડઘા કોલકાતામાં પણ પડ્યા છે. પશ્ચિમ બંગાળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીએ પણ ફિલ્મ ડિરેક્ટર અરિંદમ સિલ પર જાતિય સતામણીનો આરોપ મૂક્યો છે.

અભિનેત્રીએ આરોપ મૂક્યો છે કે, ફિલ્મ ડિરેક્ટરે પહેલા તેને ખોળામાં બેસવાનું કહ્યું, બાદમાં તેની મરજી વિના તેને કિસ કરી લીધી. તેનો દાવો છે કે, તે દરમિયાન સેટ પર ઘણા લોકો ઉપસ્થિત હતી, તે બધા આ જોઈને હાંસી ઉડાવી રહ્યા હતા.

અભિનેત્રીએ ડિરેક્ટર અરિંદમ સિલે કોલકાતા કાંડાના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા હેરાની દર્શાવી હતી. અભિનેત્રીએ હવે આ મામલે કાનૂની મદદ લેવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ બંગાળ મહિલા આયોગની અધ્યક્ષ લીના ગંગોપાધ્યાયે જણાવ્યું હતું કે, અભિનેત્રીનું કહેવુ છે કે, તેનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું, જેથી ડિરેક્ટરે જાહેરમાં જ માફી માંગવી પડશે. આ આરોપ બાદ અરિંદમ સિલને ડિરેક્ટર એસોસિએશનમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો છે.

સુત્રો અનુસાર, આ ઘટના 3 એપ્રિલના ‘એકટી ખુનીર સંધાને મિટિન’ ફિલ્મના સેટ પર બની હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ‘ડિરેક્ટરે મને પહેલા ખોળા પર બેસવા કહ્યું અને મેં ના પાડી તો આદેશ કરતાં કહ્યું, ‘હું કહું છું ને, બેસી જા.'

અભિનેત્રીએ કહ્યું, 'આ દબાણના કારણે હું ખોળામાં બેસી ગઈ. ડિરેક્ટરે મારા ગાલ પર કિસ કરી દીધી. હું કંઈ જ સમજી શકી નહીં, સ્તબ્ધ થઈ ગઈ હતી. જ્યારે બીજી બાજુ આસપાસ ઉભેલા લોકો હસી રહ્યા હતા. બાદમાં ડિરેક્ટરે સામો સવાલ કર્યો કે, ‘કેમ તને મજા ન આવી?’

ડિરેક્ટરે ઘટનાને આક્સ્મિક દર્શાવી હતી કે, આ બધુ અચાનક બની ગયું હતું. અભિનેત્રીએ તેના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'તે કઈ ઘટના પર કહી રહ્યા છે કે, આ આક્સ્મિક હતું, વાસ્તવમાં તે બધાની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. જો મારી સમક્ષ માફી માંગ્યા બાદ પણ તે આમ કરી રહ્યા છે તો, મારે કાયદાની મદદ લેવી પડશે. પ્રોડક્શન હાઉસે મને મારી સુરક્ષાની ખાતરી આપી છે કે, આ પ્રકારની ઘટના ફરી ક્યારેય નહીં બને. જેથી મેં શુટિંગ ન રોક્યું.'

અભિનેત્રીએ પશ્ચિમ બંગાળ મહિલા આયોગ સમક્ષ જુલાઈમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેની સુનાવણી 21 જુલાઈએ થઈ હતી.

આ મામલે સિલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો કે, 'મારા મગજમાં કશું જ નથી, હું અંતરાત્માથી સંપૂર્ણપણે સાફ છું. જો આ અજાણતાં જ બનેલી ઘટનાથી તેને ઠેસ પહોંચી છે, તો હું માફી માંગુ છું. મેં બધું સમય પર છોડી દીધુ છે. લોકોને અધિકાર છે કે, તેઓ કંઈ પણ બોલી શકે છે.'