અનંત-રાધિકાના લગ્નમાં નથી આમંત્રણ, છતાં આ લોકોને પડી મોજ
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે.
મુંબઈમાં મોટી સંખ્યામાં વીવીઆઈપી મહેમાનો આવવા લાગ્યા છે. તેમના ભવ્ય સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે.
આ લગ્ન મુંબઈના કોમર્શિયલ સેન્ટર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) Jio વર્લ્ડ સેન્ટરમાં થઈ રહ્યા છે.
આ નિર્ણયથી કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તેમણે 4 દિવસ સુધી મુંબઈની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.
BKCમાં આવેલી મોટાભાગની ઓફિસોએ કર્મચારીઓને સોમવાર, 15 જુલાઈ, 2024 સુધી ઘરેથી કામ કરવા માટે ફરજ પાડી છે.
અનંત અંબાણીના લગ્નને ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં થોડા દિવસો માટે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. આ વિસ્તારમાં સ્ટોક એક્સચેન્જ, સેબી અને ઘણી બેંકો આવેલી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. 12 જુલાઇથી 14 જુલાઇ દરમિયાન કાર્યક્રમો યોજાશે. જેમાં લગ્ન, રિસેપ્શન અને આશીર્વાદ સમારોહનો સમાવેશ થાય છે.
અંબાણીના આ લગ્નને કારણે મુંબઈભરની હોટલોમાં રૂમ મોંઘા થઈ ગયા છે. અહેવાલો અનુસાર, BKCની એક લક્ઝરી હોટલમાં રાત્રિનું ભાડું 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મોટી હોટલો ફૂલ થઈ ગઈ છે.
અનંત અંબાણીના લગ્નના ફંક્શન ઘણા દિવસો પહેલા શરૂ થઈ ગયા છે. 'મામેરુ' 3જી જુલાઈએ અને સંગીત સેરેમની 7મી જુલાઈએ થઈ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર જસ્ટિન બીબરે હલચલ મચાવી હતી.