મુકેશ-નીતા અંબાણીના ઘરે ફરી એકવાર બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા. રણવીર સિંહથી લઈને અનન્યા અને સંજુ બાબાએ શિવશક્તિ પૂજામાં ભાગ લીધો.
સંજુ બાબા એટલે કે સંજય દત્તે પણ અનંત અને રાધિકાની મહેંદી સેરેમનીમાં ભાગ લીધો હતો. સંજય દત્ત કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.
ફેમસ એક્ટ્રેસ જાહ્નવી કપૂર લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે પહોંચી હતી.
રણવીર સિંહે રાધિકા-અનંતની હલ્દી અને મહેંદી સેરેમનીમાં ધૂમ મચાવી. રણવીરે સફેદ કુર્તા પાયજામામાં પોની ટેલ લુક કેરી કર્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીએ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી. ધોની તેની પત્ની સાક્ષી સાથે આવ્યો હતો.
એટલી કુમાર પત્ની કૃષ્ણા પ્રિયા સાથે જોવા મળ્યો હતો. એટલીએ લુંગીની ઉપર સફેદ કુર્તો પહેર્યો હતો. જ્યારે કૃષ્ણા પ્રિયા પીળા રંગની સાડીમાં આવી હતી.
અભિનેત્રી માનુષી છિલ્લરે ક્રીમ અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. ઉલ્લેખનીય છે કે, માનુષીએ 'મામેરુ સેરેમની'માં પણ ભાગ લીધો હતો.
અનન્યા પાંડે હંમેશાની જેમ બ્લુ ડ્રેસ અને લેસ જ્વેલરીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પહેલા તે હલ્દી સેરેમનીમાં પણ જોવા મળી હતી.
વીર પહાડિયા ફિલ્મ 'સ્કાયફોર્સ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. વીર નિર્માતા અને નિર્દેશક દિનેશ વિજન સાથે પહોંચ્યો હતો.
બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીનો દીકરો મીઝાન જાફરી પણ સમારોહમાં હાજર રહ્યો હતો. મીઝાને સફેદ પેન્ટ સાથે શોર્ટ કુર્તો પહેર્યો હતો.
શનાયા કપૂર અંબાણી પરિવારના ફંક્શનમાં પહોંચી હતી. શનાયા પણ ટૂંક સમયમાં તેની બોલિવૂડ ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર