સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી અભિષેક શર્માએ આઈપીએલની 17મી સિઝનમાં 12 મેચ રમી છે. અભિષેકે 205.64ના સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા છે. ઉપરાંત બે અડધી સદી પણ ફટકારી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ પણ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. હર્ષિતે આ સિઝનમાં 10 મેચમાં 9.72ની ઈકોનોમી સાથે 332 રન આપીને 16 વિકેટ ખેરવી છે.
રાજસ્થાન રોયલ્સના ખેલાડી રિયાને પરાગે આઈપીએલની ઇતિહાસમાં પ્રથમવાર એક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં ચાર હાફ સેન્ચુરી મારી છે.
પંજાબ કિંગ્સે શશાંક સિંહને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ શશાંકે પોતાની બેટિંગથી પોતાની ખાસ ઓળખ બનાવી. શશાંક સિંહે આ સિઝનમાં 13 મેચ 166.82ની સ્ટ્રાઈક રેટથી 352 રન બનાવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ પણ પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તુષારે 12 મેચમાં 16 વિકેટ ઝડપી છે. આ સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 4 વિકેટ છે.
લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડી મયંક યાદવે પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. મયંક 155 કિમી પ્રતિ કલાકની ગતિથી બોલ ફેકી ચૂક્યો છે. તે IPLના પોતાના પહેલી 2 મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનારો પહેલો ક્રિકેટર છે.