એક એવું જાનવર જેનો શિકાર કરતાં પહેલા સિંહ અને વાઘ પણ સો વખત વિચારે છે

સિંહ 'જંગલનો રાજા' છે અને વાઘ શિકારમાં અવ્વલ છે, પરંતુ એક એવું પ્રાણી છે જેના પર હુમલો કરતા પહેલા બંને સો વાર વિચારે છે.

અમે વાત કરી રહ્યા છીએ શાહુડીની, જેની પીઠ પર મોટા કાંટા હોય છે, આ તેની સુરક્ષા પણ કરે છે. જેને અંગ્રેજીમાં Porcupine પણ કહેવામાં આવે છે.

જો કોઈપણ વિકરાળ શિકારી શાહુડીને પકડવાનો પ્રયાસ કરે છે, તો તે તેના શરીરમાં તેના કાંટાને છોડે છે, જેનાથી શિકારીને અસહ્ય પીડા થાય છે.

જ્યારે પણ શાહુડીને ખતરો લાગે છે, ત્યારે તે પોતાના કાંટાને હલાવીને ડરામણો અવાજ ઉત્પન્ન કરે છે, જેથી શિકારી ડરી જાય.

નાના દેખાતા Porcupineની લગભગ 30 પ્રજાતિઓ છે, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના જુદા જુદા ભાગોમાં જોવા મળે છે.

ઉત્તર અમેરિકામાં જોવા મળતા Porcupineની કેટલીક પ્રજાતિઓ વૃક્ષો પર ચઢવામાં પણ પારંગત છે. આ તેમને ખોરાક સુધી પહોંચવામાં અને શિકારીઓથી રક્ષણમાં મદદ કરે છે.