મેટ ગાલા 2024માં એકથી એક લુક જોવા મળી રહ્યા છે. અમેરિકન સિંગર અને સોન્ગ રાઇટર કેમિલા કેબેલોનો લુક ખાસ કારણે ચર્ચામાં છે.

સિંગર શિમરી ડ્રેસ પહેરીને મેટ ગાલાના કાર્પેટ પર જોવા મળી. હલ્ટર ડીપ પ્લન્ઝિંગ નેકલાઇન અને થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં કેમિલા સુપર સ્ટનિંગ લાગી.

તેની ડ્રેસની નીચેના ભાગમાં ઘણા બધા કટ્સ હતા, જે ડ્રેસને ડ્રામેટિક લુક આપી રહ્યા છે.

મેકઅપની વાત કરીએ તો કેમિલા કેબેલોએ શિમરી ડ્રેસની સાથે-સાથે શિમરી આઇશેડો અને લિપસ્ટિક પણ લગાવી હતી.

કેમિલાના સ્પાર્કલિંગ ડ્રેસનું વજન 15 પાઉન્ડ છે, જે અંદાજે 6 કિલોની આસપાસ છે.

ડ્રેસમાં આશરે અઢી લાખ સ્વરોસ્કી ક્રિસ્ટલ લાગેલા છે, જેને બનાવવામાં અંદાજિત 450 કલાકનો સમય લાગ્યો.

સિંગરના ક્લાસી લુકથી વધુ ચર્ચા તેના ક્લચ બેગની થઈ રહી છે. સિંગરનું ક્લચ બરફથી બનેલું છે, જેની અંદર ફ્રોઝન રોઝ પણ છે.

પાણીથી બનેલ ફ્રોઝન ક્લચ વિશે વાત કરતા સિંગરે કહ્યું, મારા હાથ ખરેખર ઠંડા થઈ ગયા હતા. એક મોમેન્ટ પર તો મને મારા હાથ ફીલ પણ નહોતા થઈ રહ્યા.

સિંગરે જણાવ્યું કે બરફનું ક્લચ કેરી કરવા પર જ્યારે તેના હાથ સુન્ન થઈ ગયા ત્યારે તેણે પર્સ કોઈ બીજાને આપવાનું પણ વિચાર્યું હતું.