અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતાના લુકના પણ ખૂબ વખાણ થઈ રહ્યાં છે.
શ્લોકાના આ લુકનો શ્રેય તેની બહેન દિયા મહેતાને જાય છે. દિયાએ તેની બહેનને એકથી એક ડિઝાઇનર્સના કપડાં પસંદ કરીને સ્ટાઇલ કરી રહી છે.
એન્ટિલિયામાં યોજાયેલી શિવ શક્તિની પૂજામાં શ્લોકાએ ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. આ લુકમાં તે બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખા જેવી દેખાતી હતી.
શ્લોકાની આ સાડી ડિઝાઈનર મસાબાના કલેક્શનમાંથી હતી અને તે ટિશ્યુ સિલ્કમાંથી બનાવવામાં આવી હતી. તેના પર પિટા અને ગોટાના મોટિફ બનાવવામાં આવ્યા હતા.
શ્લોકાએ આ સાડી સાથે હાફ સ્લીવ્સ બ્લાઉઝ પેર કર્યું હતું. તેની સાથે તેણે પિસ્તા ગ્રીન દુપટ્ટો પણ લીધો હતો. આ લુકમાં તે એકદમ રોયલ લાગી રહી હતી.
શ્લોકાએ આ સાડી લુક સાથે તેની નાનીનો સોનાનો હાર પહેર્યો હતો અને તેની સાથે મેચિંગ ઈયરિંગ્સ પણ પહેર્યા હતા. શ્લોકાએ ઓપન કર્લી હેર સાથે માંગટીક્કા પહેર્યો હતો.
આ ખાસ પૂજામાં ભાભી શ્લોકાએ ગ્લોઈંગ ન્યૂડ મેકઅપ લુક કર્યો હતો. તેની આંખો પરની કાજલ જાણે તેને ખરાબ નજરથી બચાવવા માટે લગાવવામાં આવી હોય તેવું લાગતું હતું.
શ્લોકા મહેતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.