રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીના ફોટોઝ આવી ગયા છે. હલ્દીમાં દુલ્હનનો લુક એવો હતો કે તમે પણ તેને એકીટશે જોયા કરશે.

રાધિકાએ પીળા રંગનો લહેંગા અને બ્લાઉઝ પહેર્યો હતો અને તેની સાથે તેણે ફૂલોથી શણગારેલા દુપટ્ટા ઓઢ્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રાધિકાના સ્કર્ટ પર ગોલ્ડન અને ચમકદાર હેવી વર્ક હતું, જ્યારે બોડિસ એકદમ ફિટિંગ અને ગ્લેમ દેખાતી હતી.

રાધિકાના આ ચોલી અને લહેંગા સ્કર્ટની સુંદરતા તેના અદભુત ફ્લોરલ દુપટ્ટાની છે જે તેના લુકને ખાસ બનાવે છે.

રાધિકાના દુપટ્ટા પર મોગરાના ફૂલોની જાળી છે. બીજી બાજુ હળદરના રંગના ગલગોટાના ફૂલોની બોર્ડર છે.

અંબાણી પરિવારની ભાવિ નાની વહુએ તેને ફેલાવી અને આગળના ભાગમાં તેની ચોળી પર લગાવી દીધી, જે તેને સુંદર દેખાડી રહી હતી.

આ દુપટ્ટા સિવાય રાધિકાએ તેના ગળા, કાન અને હાથમાં હાથફૂલ પણ પહેર્યું હતું. જે સફેદ રંગના ફૂલોથી બનેલું હતું.

આ સાથે તેણે તેના અડધા વાળ બાંધ્યા અને તેના કપાળ પર એક નાની બિંદી લગાવીને તેના હલ્દી લુકને કમ્પ્લીટ કર્યો હતો.

રાધિકા મર્ચન્ટનો આ લુક રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો જ્યારે આઉટફિટ અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો.

રિયાએ પોતે જ તેના ઇન્સ્ટાગ્રામ પર આ લુકના ફોટા શેર કર્યા હતા જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયા હતા.