એલોવેરાનો છોડ ઘરની સુંદરતા જ નથી વધારતુ પણ સ્વાસ્થ્ય અને સ્કીન માટે પણ ફાયદાકારક છે.
સોર્સ : Gstv
એલોવેરાના પાનમાંથી નીકળતું જેલ સનબર્ન, હેર ફોલ અને સ્કીન માટે કુદરતી ઉપચારની જેમ કામ કરે છે. પણ જો તમે આને ઘરમાં ઉગાવો છો તો તમારે કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું.
સોર્સ : Gstv
એલોવેરાને રોજ લગભગ 4-6 ક્લાકનો પરોક્ષ તડકો જોઈએ. જો તમે બાલ્કની કે બારી પાસે રાખો છો તો ધ્યાન આપો કે તેના પર બપોરનો તડકો સીધો ન પડે. સીધા તડકાના કારણે તેના પાન પીળા પડી શકે છે.
સોર્સ : Gstv
એલોવેરાના મૂળ વધારે પાણી સહન ન કરી શકે એટલે જ માટીમાં રેતી અને પેરલાઈટ મેળવવી જરૂરી છે, જેથી તમે 60% ગાર્ડન સોઈલ, 30% રેતી અને 10% કમ્પોસ્ટનું મિશ્રણ વાપરી શકો છો.
સોર્સ : Gstv
એલોવેરાના છોડને લોકો રોજ પાણી આપે છે, જે સામાન્ય ભૂલ છે. યાદ રાખો એલોવીરાને ઓછુ પાણી જોઈએ. જ્યારે માટી ઉપરથી સાવ સુકાઈ જાય ત્યારે પાણી આપો. શિયાળામાં 7-10 દિવસના અંતરે પાણી આપવું જોઈએ.
સોર્સ : Gstv
જો પાંદડા પર ધૂળ જમા થઈ જાય તો હલકા ભીના કપડાથી સાફ કરે. પાણી સીધુ પાંદડા પર ન નાખો, કારણ કે એનાથી સડો થઈ શકે છે.
સોર્સ : Gstv
જ્યારે છોડ બહુ મોટો થઈ જાય અને વાસણ નાનું લાગે, ત્યારે દર 2-3 વર્ષમાં નવી માટીની સાથે મોટા કુંડામાં ટ્રાન્સફર કરી નાખો. આનાથી મૂળિયાને ફેલાવવાની જગ્યા મળશે અને છોડ હેલ્ધી રહેશે.
સોર્સ : Gstv
એલોવેરા ઠંડુ વાતાવરણ સહન ન કરી શકે. તાપમાન 10°Cથી નીચે જવા પર ઝાડને ઘરની અંદર રાખો. જો કીડા કે ફૂગ દેખાય તો લીમડાનું તેલ સ્પ્રે કરો.
સોર્સ : Gstv
જો એલોવેરાના પાંદજા નમી જાય કે પાતળા દેખાય છે તો આ સંકેત છે કે પાણી વધારે હોઈ શકે કાં તો તડકો બહુ ઓછો હોય શકે, એવામાં પાણી આપવાનું ઓછું કરી તડકો વધારો.