સાડી, બંગડીઓ અને હાથમાં ત્રિશૂળ...: 'પુષ્પા 2'માં અલ્લુ અર્જુનના લુકે જગાવી ચકચાર
અલ્લુ અર્જુનનો 'પુષ્પા 2' લુક
ફેન્સનો ફેવરિટ સ્ટાર અલ્લુ અર્જુન તેનો 42મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ અવસર પર તેણે ફેન્સને એક ખાસ ગિફ્ટ આપી, જેનાથી ફેન્સનો ઉત્સાહ વધી ગયો.
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 1: ધ રાઇઝ'એ 2021માં લોકોનું ઘણું મનોરંજન કર્યું. જબરદસ્ત બિઝનેસ કરવાની સાથે આ ફિલ્મ દર્શકોમાં ગજબનું હેન્ગ ઓવર ક્રિએટ કર્યું હતું.
હવે પુષ્પરાજ 'પુષ્પા 2: ધ રૂલ'માં ફરી પાછો ફરી રહ્યો છે. 'પુષ્પા 2'ના ટીઝરમાં અર્જુન એક ધાર્મિક કાર્યક્રમમાં મા કાલીના અવતારમાં જોવા મળે છે. તેણે સાડી પહેરી છે, પગે ઘુઘરૂ બાંધ્યા છે, સાથે ઘણો બધો મેકઅપ કર્યો છે.
હાલમાં કોઈ મોટા અભિનેતાએ ફિલ્મોમાં પોતાના લુક સાથે આવો પ્રયોગ કર્યો નથી. અર્જુનનો આ લુક ફિલ્મના પોસ્ટરમાં પણ જોવા મળ્યો હતો.
ટીઝરમાં મા કાલીના ગેટઅપની સાથે અલ્લુ અર્જુનના હાથમાં ત્રિશૂળ પણ જોવા મળે છે. તેના આ લુકને લઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.
તેનો દેખાવ જેટલો શક્તિશાળી અને ઉગ્ર છે તેટલો જ તે ભયાનક છે. આ લુકમાં તેનું પાત્ર પુષ્પરાજ તેના દુશ્મનો સાથે લડતો જોવા મળે છે.
તેના આ લુક પર એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું, 'આ શોટને ભારતીય સિનેમાના ઈતિહાસના પુસ્તકમાં ફ્રેમ કરી લો'. જ્યારે એક યુઝરે તેને 'ફાયર' કહ્યું.
એક યુઝરે તો ટીઝરમાં અર્જુનની હાજરીને 'દૈવી' ગણાવી હતી. 'પુષ્પા 2: ધ રૂલ' 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.