અલ્લૂ અર્જુને આટલા કરોડ વધારી દીધી પોતાની ફી

વર્ષ 2021માં આવેલી ફિલ્મ 'પુષ્પા'એ અલ્લૂ અર્જુનને 'પાન-ઈન્ડિયા સ્ટાર' બનાવી દીધો.

જોકે, હાલ તે પોતાની અપકમિંગ ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને વ્યસ્ત છે, જે 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થવાની છે.

આ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, હવે અલ્લૂ અર્જુને પોતાની ફી વધારી દીધી છે.

રિપોર્ટ મુજબ, અલ્લૂ સામાન્ય રીતે 100 કરોડ ફી ચાર્જ કરે છે, પરંતુ તેણે પોતાની ફીમાં વધારો કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેણે પોતાની ફી 100 કરોડથી વધારીને 150 કરોડ કરી દીધી છે.

સૌ કોઈ 'પુષ્પા 2'ની રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મ બમ્પર કમાણી કરી શકે છે.

ચર્ચા એ પણ છે કે, આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ 250 કરોડમાં અને નોર્થ ઇન્ડિયાના થિયેટરિકલ રાઇટ્સ 200 કરોડમાં વેચાયા છે.