બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર તેના એગ્સ ફ્રીઝ કરવા માંગે છે. તે અત્યારે નહિ પણ ભવિષ્યમાં માતા બનવાની ઈચ્છા ધરાવે છે.
જ્યારે પ્રિયંકા ચોપરા જોનાસ 30 વર્ષની હતી, ત્યારે તેણે તેના એગ્સને ફ્રીઝ કરવાનું નક્કી કર્યું હતું.
પ્રિયંકા ચોપરાની માતા ડૉ. મધુ ચોપરાએ એગ્સને સુરક્ષિત બનાવવા માટે મેડિકલ પ્રોસિજરની સલાહ આપી હતી. જોકે, બાદમાં તે સરોગસી દ્વારા માતા બની હતી.
હીરામંડી અભિનેત્રી રિચા ચઢ્ઢા પણ આધુનિક વિચારધારાની છે. તે એગ્સને ફ્રીઝ કરવા માટે ઉત્સાહિત હતી. તે તેના પતિ અલી ફઝલ સાથે પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી છે.
એકતા કપૂરે 36 વર્ષની ઉંમરે પોતાના એગ્સ ફ્રીઝ કર્યા હતા. ફિલ્મ મેકરે વર્ષ 2019માં સરોગસી દ્વારા તેના પુત્ર રવિને જન્મ આપ્યો હતો.
મોના સિંહે 34 વર્ષની ઉંમરે પોતાના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. તે ભવિષ્યમાં માતા બનવાની ઈચ્છા ધરાવે છે.
કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત કદાચ લગ્નજીવનમાં સફળ ન રહી હોય. પરંતુ તેણીએ લાંબા સમય પહેલા તેના એગ્સને ફ્રીઝ કરી દીધા હતા. તે જ્યારે ઈચ્છે ત્યારે માતા બની શકે છે.