આ દિવસે HDFC ની તમામ ઓનલાઈન બેંકિંગ સુવિધા રહેશે બંધ, કેવી રીતે કરશો ટ્રાન્ઝેક્શન
આ દિવસે HDFC બેંકના ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવામાં કે સ્વીકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
બેંક 8 જૂને સિસ્ટમ મેન્ટેનન્સ માટે વિન્ડો ખોલી રહી છે.આ સમય દરમિયાન, HDFC બેંક ખાતા સાથે જોડાયેલા કોઈપણ વ્યવહારો શક્ય બનશે નહીં.
આને કારણે, બેંકના ગ્રાહકોને UPI ચુકવણી સહિત ઘણી ઓનલાઈન બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
UPI ટ્રાન્ઝેક્શન સહિત અન્ય બીજી પણ અનેક સેવાઓમાં ગ્રાહકોને સમસ્યા આવશે.
મેન્ટેનન્સ દરમિયાન, ગ્રાહકોને નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન, બેંક બેલેન્સ તપાસવા અને ચુકવણી જેવા કાર્યોમાં મુશ્કેલીનો સમાવેશ થાય છે.
આ સાથે, ગ્રાહકો UPI, IMPS, NEFT અને RTGS દ્વારા પણ ભંડોળ ટ્રાન્સફર પણ કરી શકશે નહીં.
દરમિયાન, વેપારી ચુકવણી અને તાત્કાલિક ખાતું ખોલવાની સુવિધા પણ સ્થગિત કરવામાં આવશે.
ગ્રાહકો ન તો કોઈને પૈસા મોકલી શકે છે અને ન તો પ્રાપ્ત કરી શકે છે. કંપનીએ તેના ગ્રાહકોને આ સમયે PayZapp વોલેટ દ્વારા ચુકવણી કરવાની સલાહ આપી છે.
PayZaap, HDFC બેંકે તેના ગ્રાહકો માટે વિકસાવેલી એપ્લિકેશન છે. બેંકના ખાતાધારકો આ એપ દ્વારા તેમના ખાતામાં પ્રવેશ કરી શકે છે.
બેંકે જણાવ્યું હતું કે જાળવણી દરમિયાન PayZapp વોલેટનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે. આ એપ પર, KYC વગરના ખાતામાંથી દર મહિને 10,000 રૂપિયા ચૂકવી શકાય છે, જ્યારે KYC ખાતામાં આ મર્યાદા 2,00,000 રૂપિયા છે.