આલિયા ભટ્ટે ફરી એકવાર પોતાના લુકથી બધાને દિવાના બનાવી દીધા છે. તેણે પેરિસ ફેશન વીકમાં વૉક કર્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દર વર્ષે પેરિસ ફેશન વીકનો ભાગ બને છે. આ વર્ષે એશની સાથે આલિયા ભટ્ટે પણ તેમાં ભાગ લીધો છે.
આલિયા સોમવારે પેરિસ ફેશન વીકમાં લોરિયલ બ્રાન્ડ માટે વૉક કરતી જોવા મળી હતી. તેની વૉકની તસવીરો વાયરલ થઈ રહી છે.
આલિયાએ સિલ્વર મેટાલિક ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ઇયરિંગ્સ અને સિમ્પલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
હેરસ્ટાઈલની વાત કરીએ તો તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. રેમ્પ વૉક કરતી વખતે આલિયાએ ફેન્સને ફ્લાઈંગ કિસ આપી હતી. તેના પોઝ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આલિયાના ચહેરા પરની ચમક ફેન્સનું દિલ જીતી રહી છે.
એક ફેને કોમેન્ટ કરી- આલિયા ભટ્ટ તમે ખૂબ જ સુંદર છો. જ્યારે બીજાએ લખ્યું- સુપર...
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયાની ‘જિગરા’ ટૂંક સમયમાં જ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તે એક ભાઈ અને બહેનની સ્ટોરી છે.
‘જિગરા’ બાદ આલિયા સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વૉર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ જોવા મળશે.