અક્ષય ખન્નાનું નામ સૌથી પહેલા કરિશ્મા કપૂર સાથે જોડાયું હતું. તેમણે ફક્ત એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય અને કરિશ્મા નજીક આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી તેઓ અલગ થઈ ગયા હતા.
સોર્સ : GOOGLE
તાલ ફિલ્મ દરમિયાન અક્ષય અને ઐશ્વર્યા રાયના અફેરના સમાચાર સામે આવ્યા હતા. બાદમાં તેઓ આ અબ લૌટ ચલેમાં દેખાયા હતા. અહેવાલો અનુસાર, સલમાન ખાન સાથેના રિલેશનને કારણે ઐશ્વર્યાના અક્ષય સાથેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.
સોર્સ : GOOGLE
અક્ષયના તારા શર્મા સાથેના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. અક્ષય અને તારા સ્કૂલના મિત્રો હતા અને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. અક્ષયે ઘણા વર્ષો સુધી તારા શર્માને ડેટ કરી હતી, પરંતુ 2006માં તેમનું બ્રેકઅપ થઈ ગયું.
સોર્સ : GOOGLE
સાઉથની અભિનેત્રી શ્રિયા સરન પણ અક્ષયના જીવનમાં રહી ચૂકી છે. તેમણે ફિલ્મ "ગલી ગલી મેં ચોર હૈ"માં સાથે કામ કર્યું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ તેઓ નજીક આવ્યા, પરંતુ તેમનો સંબંધ ટૂંક સમયમાં જ તૂટી ગયો.
સોર્સ : GOOGLE
અક્ષય ખન્નાનું નામ અભિનેત્રી ઉર્વશી શર્મા સાથે ખૂબ ચર્ચામાં હતું. તેમણે "નકાબ" ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, પરંતુ પછી પણ અક્ષય એકલતામાં જ રહ્યો.
સોર્સ : GOOGLE
રિયા સેનનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. "લવ યુ હંમેશા"ના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા. જો કે, પછીથી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતુ.