ઈંગ્લેન્ડથી પરત ફરતા જ આકાશ દીપે પૂરું કર્યું પોતાનું આ સપનું
સોર્સ : Instagram
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ ડ્રો કરવામાં સફળ રહી અને આકાશ દીપે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
સોર્સ : Instagram
યુવા ભારતીય ફાસ્ટ બોલરે આ ટેસ્ટ સિરીઝમાં 3 મેચ રમી અને 13 વિકેટ લીધી, જેમાં એજબેસ્ટન ટેસ્ટની બીજી ઈનિંગમાં લેવાયેલી 6 વિકેટ સૌથી ખાસ હતી.
સોર્સ : Instagram
એજબેસ્ટન ટેસ્ટમાં, આકાશે પોતાની બોલિંગથી મેચ જીતાડી અને ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારીને જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સોર્સ : Instagram
હવે ઈંગ્લેન્ડના સફળ પ્રવાસથી ઘરે પરત ફર્યા બાદ, આકાશ દીપ એ પોતાનું એક ખાસ સપનું પૂર્ણ કર્યું છે.
સોર્સ : Instagram
આકાશે આખરે તેની ડ્રીમ કાર ટોયોટા ફોર્ચ્યુનર ખરીદી છે. ફેન્સ સાથે આ ખુશી શેર કરતા, આકાશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, "સપનું સાકાર થયું, ચાવીઓ મળી. તે બધા સાથે જે સૌથી મહત્ત્વપૂર્ણ છે."
સોર્સ : Instagram
આકાશે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા, જેમાં તે તેના પરિવાર સાથે જોવા મળ્યો અને કાર શોરૂમમાં આકાશનું સ્વાગત કરતું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું.
સોર્સ : Instagram
ક્રિકેટની વાત કરીએ તો, આકાશ દીપ ટૂંક સમયમાં દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન તરફથી રમતો જોવા મળશે અને ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ તક મળી શકે છે.