અજય દેવગનની લાડલી ન્યાસાના એટ્રેકટીવ સાડી-લહેંગા લુક્સ, જોઇ તમે પણ કહેશો વાહ

બોલિવૂડ પાવર કપલ અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. જો કે તે પોતાને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

ન્યાસા દેવગન પાસે ભારતીય આઉટફિટ્સનું અદ્ભુત કલેક્શન છે. આજે અમે તમને તેના અદભૂત સાડી અને લહેંગાનો લુક બતાવવા જઈ રહ્યા છીએ.

ન્યાસા દેવગનના આ લુક્સ યુવાન છોકરીઓના લુકમાં આકર્ષણ વધારશે. તમે પણ ન્યાસાના આ લુક્સને સ્ટાઈલ કરી શકો છો અને તમારા દેખાવને શાનદાર બનાવી શકો છો.

લાલ સાડીમાં ન્યાસા દેવગનનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે. તે રેડ મિરર વર્ક સાડીમાં અદભૂત લાગી રહી છે.

ન્યાસા દેવગન ગુલાબી રંગના લહેંગામાં બાર્બી ડોલ જેવી લાગી રહી છે. આ પ્રકારનો લહેંગા યુવાન છોકરીઓ પર ખૂબ સરસ લાગશે.

જો તમે વધુ પડતા વર્ક સાથે લહેંગા કેરી ન કરવા માંગતા હો, તો તમે ન્યાસા દેવગનની જેમ રેડ લાઈટ વર્કના લહેંગાને સ્ટાઈલ કરી શકો છો.

આછા વાદળી રંગના લહેંગામાં ન્યાસ સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી છે. તમે ખાસ પ્રસંગો પર પણ આ પ્રકારના લહેંગા પહેરી શકો છો.

લહેંગા અને સાડીની સાથે, તમે ન્યાસાના બ્લાઉઝની ડિઝાઇનને પણ સ્ટાઇલ કરી શકો છો. તેનો દરેક લુક ટ્રેન્ડી અને હોટ છે.