78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેમાં બધા ઐશ્વર્યા રાય બચ્ચનના લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
બુધવારે (21 મે) ફેન્સની આતુરતાનો અંત આવ્યો અને કાન્સમાંથી ઐશ્વર્યાની તસવીરો સામે આવી છે.
વ્હાઈટની સાડીમાં ઐશ્વર્યા રોયલ લાગી રહી હતી. તેણે માંગમાં સિંદૂર લગાવીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
સાડી સાથે ડાર્ક પિંક કલરની ટ્રેડિશનલ જ્વેલરીએ ઐશ્વર્યાની સુંદરતામાં વધારો કર્યો હતો.
ઐશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર નમસ્તે કહીને બધાનું સંબોધન કર્યું, તેની સ્ટાઇલે લોકોના દિલ જીતી લીધા.
ઐશ્વર્યાનો આ લુક જોઈને ફેન્સને કાન્સમાં તેનો ડેબ્યુ લુક યાદ આવી ગયો, ત્યારે પણ તેણે સાડી પહેરી હતી. ઐશ્વર્યા એ વર્ષ 2002માં પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
ઐશ્વર્યા આઈવરી હેન્ડલૂમ બનારસી સાડીમાં રોયલ લાગી રહી હતી. સાડીમાં હાથથી વણાયેલા બ્રોકેડ મોટિફ્સ અને અસલી ચાંદીમાં હાથથી ભરતકામ કરેલું જરી વર્ક હતું. ફેન્સ ઐશ્વર્યાના લુકની પ્રશંસા કરી રહ્યા છે.