MNC એક્ઝિક્યુટિવના વાર્ષિક પેકેજ કરતા પણ વધુ છે ઐશ્વર્યાના બોડીગાર્ડનો પગાર, જાણો કેટલી છે સેલેરી

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય દિવાઓમાંની એક છે.

વિશ્વભરમાં તેના કરોડો ફેન્સ છે. ઐશ્વર્યા ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે.

સેલિબ્રિટી બનવું એ ચોક્કસપણે એક ગ્લેમરસ કામ છે, પરંતુ તેમાં ઘણી ગોપનીયતા અને સુરક્ષાની પણ જરૂર છે.

સેલિબ્રિટીઓ સામાન્ય લોકોની જેમ મુક્તપણે ફરી શકતા નથી. અને જ્યારે ઐશ્વર્યાની વાત આવે છે તો તેના ફેન્સમાં જે ક્રેઝ છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

આવી સ્થિતિમાં ઐશ્વર્યા જ્યારે પણ ઘરની બહાર જાય છે ત્યારે તેને બોડીગાર્ડની સુરક્ષામાં રહેવું પડે છે. અભિનેત્રીના અંગરક્ષકોમાંથી એક શિવરાજ લાંબા સમયથી તેની સાથે છે.

શિવરાજ બચ્ચન પરિવારની સુરક્ષા કરે છે અને ખાસ કરીને તેઓ હંમેશા ઐશ્વર્યા સાથે પડછાયાની જેમ રહે છે.

પરંતુ શું તમે જાણો છો કે તેને કેટલો પગાર મળે છે? એક રિપોર્ટ અનુસાર, અભિનેત્રી તેના બોડીગાર્ડ શિવરાજને દર મહિને કેટલાક લાખ રૂપિયા પગાર તરીકે આપે છે.

એક રિપોર્ટ અનુસાર રાજેન્દ્રનું સેલરી પેકેજ વાર્ષિક 1 કરોડ રૂપિયા છે.

વર્ષ 2015માં ઐશ્વર્યા રાય બચ્ચને તેના બોડીગાર્ડ શિવરાજના લગ્નમાં હાજરી આપી હતી. જે સાબિત કરે છે કે, અભિનેત્રીનું તેની સાથે સારું બોન્ડ છે.