ઐશ્વર્યાએ બ્લેક ગાઉન સાથે સ્ટાઇલ કરી બનારસી કેપ, જુઓ કાન્સમાં તેનો બીજો લુક

બનારસી સાડી અને માંગમાં સિંદુર સાથે કાન્સ 2025ના રેડ કાર્પેટ પર ઉતરેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો બીજો લુક પણ સામે આવ્યો છે.

આ વખતે ઐશ્વર્યાએ બ્લેક ગાઉન પહેરીને પોઝ આપ્યા. પરંતુ તેની સાથે સ્ટાઇલ કરેલી કેપે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું. તેણે ખાસ સિલ્વર કેપ પહેરી હતી.

ઐશ્વર્યા કાન્સ 2025ના રેડ કાર્પેટ પર એક એવા લુક સાથે પરત ફરી જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી.

પહેલા દિવસે, ઐશ્વર્યા રોયલ વ્હાઈટ સાડી અને માંગમાં સિંદૂર સાથે પહોંચી હતી. બીજા દિવસે તેણે પોતાના ગ્લેમ અવતારથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા.

તેના લેટેસ્ટ લુક માટે, ઐશ્વર્યાએ બ્લેક સિક્વીન સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું અને તેની સાથે એક્સ સિલ્વર-બેજ ટેક્ષ્ચરવાળી બનારસી બ્રોકેડ કેપ પહેરી હતી.

આ લુક સાથે, ઐશ્વર્યાએ પોતાની હેરસ્ટાઇલ પણ અલગ રાખી અને પોતાના સિગ્નેચર સ્ટ્રેટ લોક છોડીને, આ વખતે ઐશ્વર્યાએ સાઈડ સ્વેપ્ટ વેવ્સ સાથે હેરસ્ટાઇલ બનાવી હતી.

બોલ્ડ રેડ લિપસ્ટિક અને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ સાથે ઐશ્વર્યાનો લુક વિન્ટેજ લાગતો હતો. કાન્સમાં તેના બીજા લુક માટે, ઐશ્વર્યાએ ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલો આઉટફિટ પહેર્યો હતો.

કાન્સના ઐશ્વર્યાના બીજા લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા, ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ખુલાસો કર્યો કે બનારસી બ્રોકેડ કેપ પર પવિત્ર ભગવદ ગીતાનો એક સંસ્કૃત શ્લોક લખાયેલો હતો.

કાન્સમાં ઐશ્વર્યા રાયે પોતાના બીજા લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. ફેન્સ અભિનેત્રીના ફોટો જોઈને તેને કાન્સ ક્વીન કહી રહ્યા છે.