એરટેલનો સૌથી સસ્તો પ્લાન, વર્ષ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
એરટેલના પોર્ટફોલિયોમાં તમને ઘણા રિચાર્જ પ્લાનનો વિકલ્પ મળશે. જો તમને સસ્તો પ્લાન જોઈતો હોય, તો કંપની કેટલાક ખાસ પ્લાન ઓફર કરે છે.
આવા જ એક પ્લાન વિશે જણાવશું, જે તમને ઓછી કિંમતે લાંબા ગાળાની વેલિડિટી આપે છે. કંપનીએ થોડા સમય પહેલા તેને લોન્ચ કર્યો છે.
અહીં વાત કરી રહ્યા છીએ એરટેલના પ્લાન વિશે, જે ફક્ત કોલિંગ અને SMS આપે છે. આ પ્લાન હેઠળ કંપની એક વર્ષની વેલિડિટી આપી રહી છે.
તમને 1849 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી મળશે. આ કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તો પ્લાન છે, જેનો તમે લાંબા ગાળા માટે ઉપયોગ કરી શકશો.
આમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે માટે સંપૂર્ણ વેલિટિડી માટે 3600 SMS મળે છે. આ સાથે તમને સ્પામ સુરક્ષા પણ મળશે.
આ રિચાર્જ પ્લાનમાં વધારાના લાભો પણ ઉપલબ્ધ છે. કંપની 30 દિવસ માટે મફત હેલો ટ્યુન ઓફર કરી રહી છે. તમે આ બધાનો લાભ લઈ શકશો.
ધ્યાનમાં રાખો કે આ પ્લાન સાથે તમને ડેટા બેનિફિટ મળી રહ્યો નથી. ડેટા માટે તમારે અલગથી રિચાર્જ કરવું પડશે.
જો તમને ડેટા વાળું પ્લાન જોઈતું હોય, તો કંપની 2249 રૂપિયાનું રિચાર્જ ઓફર કરે છે. આમાં પણ તમને 365 દિવસની વેલિડિટી મળી રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર