વિશ્વભરમાં અમીર લોકો વચ્ચે પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરવાનું ચલણ વધી રહ્યું છે. દૂબઇમાં પણ જેટમાં પાર્ટી કરવાનું ચલણ જોવા મળી રહ્યું છે.
દૂબઇમાં 9H-FIVE પાર્ટી જેટ છે. આ પાર્ટી જેટને વર્ષ 2023માં લક્ઝરી હોટલ બ્રાન્ડ FIVEએ લૉન્ચ કર્યું હતું.
આ જેટ ફાઇવસ્ટાર હોટલ જેવું જ છે જેમાં ઇલેક્ટ્રો ક્રોમેટિક વિન્ડો શેડ, બે 55 ઇંચની ટીવી સ્ક્રીન , ક્યૂરેટેડ પ્લેલિસ્ટ સાથે ઇન-ફ્લાઇટ સાઉન્ડ સિસ્ટમ, સ્માર્ટ ટેકનોલોજી ટચસ્ક્રીન અને હાઇસ્પીડ વાઇફાઇથી સુસજ્જિત 16 સીટની કેબિન છે.
આ કેબિનમાં પોતાની મરજીથી LED લાઇટિંગ કરી શકાય છે. જેટમાં પાર્ટી અને ડાન્સ કરવા માટે પણ અલગ જગ્યા છે.
આ પાર્ટી જેટ તેમના માટે પણ ઉપલબ્ધ છે જે ભાડા પર લેવા માંગે છે. આ જેટમાં રોકાવા માટે એક કલાકના 15,000 ડૉલર (આશરે 12 લાખ ભારતીય રૂપિયા) ચુકવવા પડશે.
આ જેટ પાસે 12 કલાક સુધી નૉન સ્ટોપ ઉડવાની ક્ષમતા છે. આ જેટ દૂબઇથી લંડન કે ટોક્યો સુધીની મુસાફરી આરામથી કવર કરી શકે છે.
જેટમાં આઠ લોકો માટે એક રસોઇ ઘર અને એક ડાઇનિંગ ટેબલ પણ છે. ભોજનમાં તે બધુ અહીં મળે છે જે FIVE હોટલ રેસ્ટોરન્ટના મેનૂમાં છે.