રિહાન્ના પછી હવે શકીરા નાચશે અનંત-રાધિકાના બીજા પ્રિવેડિંગમાં...

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનું બીજુ પ્રી-વેડિંગ ફંક્શન 28મી મેથી શરૂ થવા જઈ રહ્યું છે. આ ફંકશન 3 દિવસ સુધી ચાલશે.

આ ફંક્શન ફ્રાન્સમાં ક્રૂઝ શિપ પર હશે. તેમાં શાહરૂખ, સલમાન, આલિયા, રણબીર સહિત 800 ખાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો સામેલ થશે.

જામનગરના ફંક્શનમાં ગ્લોબલ પોપ સિંગર રિહાન્નાએ પરફોર્મ કર્યું હતું. આ વખતે શકીરાનું નામ સામે આવી રહ્યું છે.

કોલંબિયાની આ સિંગરને અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવી છે.

શકીરા ભારતમાં તેના વાકા વાકા, હિપ્સ ડોન્ટ લાઇ અને વ્હેનવેર વેરવેર જેવા ગીતો માટે પણ પ્રખ્યાત છે.

શકીરા અને બોલિવૂડ સ્ટાર્સ સાથે આ ક્રૂઝ પાર્ટીને ફ્રાન્સના કેટલાક શ્રેષ્ઠ સંગીત અને નૃત્ય દ્વારા પણ યાદગાર બનાવવામાં આવશે.

શકીરા પ્રાઈવેટ ઈવેન્ટ્સમાં પરફોર્મ કરવા માટે 10 કરોડથી લઈને 15 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. મુકેશ અંબાણીએ રિહાન્નાને પરફોર્મ કરવા માટે 74 કરોડ રૂપિયાની મોટી ફી આપી હતી.

ઈવાન્કા ટ્રમ્પ, માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સ જેવી સેલિબ્રિટી પણ આ ક્રૂઝ પાર્ટીનો ભાગ બની શકે છે.