સોનાક્ષી ભણસાલીની વેબ સીરિઝ 'હીરામંડી'માં ફરીદનના રોલને કારણે ખૂબ ચર્ચામાં હતી. આ પછી હવે તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે.

સોનાક્ષીએ 23 જૂને તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા છે. આ દરમિયાન તેનું લક્ઝરી ઘર પણ ચર્ચામાં છે.

સોનાક્ષીએ 2020માં મુંબઈના બાંદ્રામાં પ્રીમિયમ રેસિડેન્શિયલ ટાવર 81 ઓરિએટમાં 4 હજાર ચોરસ ફૂટનો એક સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો હતો.

સોનાક્ષીના લિવિંગ રૂમમાં દિવાલના રંગ સાથે મેચ ખાતો મોટો સોફા સેટ છે. રંગબેરંગી દિવાલો અનોખા ચિત્રોથી ઝળહળી રહી હોય તેવું લાગે છે.

અભિનેત્રીના ઘરનું લાકડાનું કામ એટલું સુંદર છે કે તેને જોઈને દિલ ખુશ થઈ જાય છે. સોનાક્ષીએ પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે.

ઘરમાંથી દરિયાનો નજારો દિલને શાંતિ આપે છે. સોનાક્ષીના ઘરની અંદરનો નજારો જોઈને ભાગ્યે જ કોઈને તેમાંથી બહાર આવવાનું મન થશે.

તેણે આ ઘર વર્ક પર્પસ માટે બનાવ્યું છે. તે આ ઘરમાં તેના ફોટોશૂટ અને ઓફિસ સંબંધિત અન્ય કામ કરે છે.

સોનાક્ષી અને ઝહીર પહેલીવાર સલમાન ખાનની પાર્ટીમાં મળ્યા હતા પછી બંને સારા મિત્રો બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ફિલ્મ 'ડબલ XL'માં સાથે કામ કર્યું હતું.