કામ્યા પંજાબી ટીવીની જાણીતી એક્ટ્રેસ રહી ચૂકી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો કામ્યાએ પોતાની લાઇફમાં ઘણા દુઃખ જોયા છે.
2003માં કામ્યાએ પહેલા લગ્ન બંટી નેગી સાથે કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ જ મુશ્કેલીઓ આવવા લાગી, પરંતુ કામ્યાએ લગ્ન ન તોડ્યા.
કામ્યાએ આ લગ્ન 10 વર્ષ સુધી ખેંચ્યા પણ છેલ્લે કંટાળીને તેણે આખરે 2013માં બંટી નેગીને ડિવોર્સ આપી દીધા.
કામ્યાએ ખુદ જણાવ્યું કે, એક વખત તે એટલી પરેશાન થઈ ગઈ હતી કે પથારીવશ પતિને મૂકીને ભાગી ગઈ હતી.
પહેલા પતિ બંટી નેગી સાથે ડિવોર્સ લીધા બાદ કામ્યા પંજાબી 4 વર્ષ સુધી કરણ પટેલને ડેટ કરતી હતી.
આ રિલેશનશિપ દરમિયાન જ કામ્યાને જાણવા મળ્યું કે કરણ તેને ચીટ કરી રહ્યો છે તો તેણે તેની સાથે બ્રેકઅપ કરી લીધું.
કરણ પટેલે બ્રેકઅપના 4 દિવસ પછી જ અંકિતા ભાર્ગવ સાથે લગ્નની એનાઉન્સમેન્ટ કરી હતી.
કરણના લગ્નની એનાઉન્સમેન્ટ સાંભળીને કામ્યા એટલી તૂટી ગઈ હતી કે તેને તેમાંથી બહાર આવવામાં અંદાજે અઢી વર્ષનો સમય લાગ્યો.
કરણ પછી કામ્યાની લાઇફમાં એન્ટ્રી થઈ શલભની અને તેણે તેની સાથે 2020માં લગ્ન કરી લીધા. આજે કામ્યા હેપ્પી મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર