બોલિવૂડના લગ્નથી માંડી છૂટાછેડા ખૂબ ખર્ચાળ રહ્યા છે. ઘણી સુંદરીઓએ છૂટાછેડા પછી તેમની તિજોરી પૈસાથી છલકાવી દીધી છે.
હૃતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા બોલિવૂડમાં સૌથી મોંઘા છૂટાછેડા સાબિત થયા છે. સુઝૈન ખાને રિતિક રોશન સાથે છૂટાછેડા લીધા બાદ 400 કરોડ રૂપિયા લીધા હતા.
ફરહાન અખ્તરે અધુના સાથે 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. લગ્નના 16 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. ફરહાને અધુનાને મોટી રકમ પણ આપી હતી.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડાની ઘણી ચર્ચા થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝે મલાઈકાને 10 થી 15 કરોડ રૂપિયા આપ્યા હતા.
પાયલથી છૂટાછેડા લેવા આદિત્ય ચોપરાએ 50 કરોડ રૂપિયા આપ્યા હતા. પાયલથી અલગ થયા બાદ આદિત્ય ચોપરાએ બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી સાથે લગ્ન કર્યા હતા.
સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેઓ 12 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થઈ ગયા હતા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહ વચ્ચે 5 કરોડ રૂપિયામાં સમાધાન થયું હતું.
આમિર ખાન અને રીના દત્તાએ લગ્નના 16 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આમિર ખાને રીના દત્તાને 50 કરોડ રૂપિયા આપ્યા હતા.
કરિશ્મા કપૂર અને સંજય કપૂર પણ અલગ થઈ ગયા છે. કરિશ્માએ સંજય કપૂર સાથે 14 કરોડ રૂપિયામાં સમાધાન કર્યું હતું.