શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. ધવને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ધવનની નિવૃતિ પછી કેટલાક ક્રિકેટર પણ ટુંક સમયમાં સંન્યાસ લઇ શકે છે.

35 વર્ષીય પિયુષ ચાવલા ક્રિકેટ વર્લ્ડકપ 2011માં ભારતીય ટીમનો ભાગ હતો. પિયુષ છેલ્લે ડિસેમ્બર 2012માં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. રાઈટ હેન્ડેડ સ્પિનર પિયુષે ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 ODI અને 7 T20 મેચ રમી છે.

રિદ્ધિમાન સાહાની કારકિર્દી ઉતાર-ચઢાવ ભરી રહી છે. સાહા છેલ્લે વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. 40 ટેસ્ટ અને 9 વન ડે રમી ચુકેલા સાહાની વાપસી મુશ્કેલ છે. કેએસ ભરત, ઇશાન કિશન, રિષભ પંત અને ધ્રુવ જુરેલને કારણે સાહાની વાપસીના દરવાજા બંધ થઇ ગયા છે.

ઇશાંત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો મહત્ત્વનો સભ્ય હતો. ઇશાંત શર્માએ 105 ટેસ્ટ, 80 વન ડે અને 14 ટી-20 મેચ રમી છે. ઇશાંત શર્મા નવેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ સામે અંતિમ મેચ રમ્યો હતો.

ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઘણા મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઉમેશે ભારત માટે તેની છેલ્લી મેચ ગયા વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.ઉમેશ યાદવ 57 ટેસ્ટ, 75 વન ડે અને 9 ટી-20 મેચ રમી ચુક્યો છે.

ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર લગભગ બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ભુવી છેલ્લે નવેમ્બર 2022માં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. ભુવીએ 21 ટેસ્ટ, 121 વનડે અને 87 ટી-20 મેચ રમી છે. જેમાં 294 વિકેટ ઝડપી હતી.