મૌની રોય તેની બોલ્ડ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. બાલીમાં શાનદાર વેકેશન બાદ મૌની પતિ સૂરજ નામ્બિયાર સાથે સ્પેન પહોંચી છે.

મૌની તેના પતિ સૂરજ સાથે સ્પેનમાં બીચ હોલિડે સેલિબ્રેટ કરી રહી છે. ત્યાંથી મૌની તેની ઘણી ગ્લેમરસ અને સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.

મૌની રોયે સ્પેનના ઇબિઝામાં તેના વેકેશનની તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી તેનું કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આની સાથે તેણે પ્રિટેન્ડ નોટેડ રેપ્રોન સ્કર્ટ પહેર્યું છે.

મૌની રોયે ખુલ્લા વાળ અને ડાર્ક ચશ્મા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. મૌની રોય હળવા મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

મૌની રોય બીચ પરથી શેર કરેલી તસવીરોમાં તેનું કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

અગાઉ મૌની રોયે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે રિસોર્ટમાંથી કેટલીક રોમેન્ટિક તસવીરો પણ શેર કરી હતી.

આ તસવીરોમાં મૌની રોયે પોલ્કા ડોટ્સ સાથેનો બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

મૌની રોયે તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે સ્વિમિંગ પૂલ પાસે રોમેન્ટિક પોઝ આપ્યા હતા.

તસ્વીરોમાં સૂરજ નામ્બિયાર વાદળી શોર્ટ્સ અને સફેદ શર્ટ પહેરેલો જોવા મળે છે. સૂરજે તેના સફેદ શર્ટના આગળના બધા બટનો ખોલી નાખ્યા હતા.

ફેન્સ ઉપરાંત, તેની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટણી અને તેની બહેન ખુશ્બુ પટણીએ પણ મૌની રોયની સ્પેન વેકેશનની તસવીરો પર કોમેન્ટ કરી છે.