'350 લગ્નો થયા હોત... છોકરીઓને I LOVE U કહેતો ને પછી...' છતાં 54 વર્ષે કુંવારો છે સાજિદ ખાન!
સાજિદ ખાન એક સમયે અભિનેત્રી ગોહર ખાન સાથે પ્રેમમાં હતો. બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. પરંતુ કમનસીબે તેમનો સંબંધ લાંબો સમય ટક્યો નહીં
દૂરદર્શનને આપેલા એક જૂના ઇન્ટરવ્યુમાં સાજિદ ખાને ગોહર ખાન સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી હતી
સાજિદ ખાને કહ્યું હતું કે - અમે લગભગ 1 વર્ષ સાથે હતા. હું તેમનું નામ જાહેરમાં લેવા માંગતો નથી. અમારી સગાઈને મીડિયાએ કવર પણ કરી હતી
સાજિદે કહ્યું હતું કે ગોહર સાથેનો તેનો સંબંધ તેની પોતાની ભૂલને કારણે તૂટી ગયો હતો
જૂના દિવસોને યાદ કરતાં સાજિદે કહ્યું હતું કે - મારું કેરેક્ટર ખૂબ જ ઢીલું હતું, હું રંગીન મિજાજનો હતો
હું ઘણી છોકરીઓ સાથે સમય વિતાવતો હતો. હું દરેક છોકરીને 'I Love You' અને 'Will you marry me?' કહેતો હતો
સાજિદે મજાકમાં આગળ કહ્યું- મારે અત્યાર સુધી 350 લગ્ન કરવા જોઈતા હતા પણ તે થયા નહીં
સાજીદે કહ્યું - મને ખબર છે જેટલી છોકરીઓ મારા સાથે સંબંધમાં હતી તે મને યાદ પણ કરતી હશે અને ગાળો પણ આપતી હશે
તમને જણાવી દઈએ કે સાજિદ સાથે બ્રેકઅપ થયા પછી, ગોહર તેના જીવનમાં આગળ વધી. તેણે બિગ બોસ 7 માં ભાગ લીધો હતો અને શો પણ જીત્યો હતો
ગોહર ખાને વર્ષ 2020માં ઝેદ દરબાર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, અભિનેત્રીને એક પુત્ર છે. હવે આ અભિનેત્રી બીજી વખત માતા બનવા જઈ રહી છે
સાજિદ ખાનની વાત કરીએ તો તે ૫૪ વર્ષની ઉંમરે પણ સિંગલ છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર