ડુંગળી કાપવાની આ રીત અપનાવો, આંખમાંથી આંસુ ટપકશે નહિં

ડુંગળી એવી વસ્તુ છે જે દરેક શાકમાં નંખાય છે, લોકો તેને સલાડમાં પણ ખાય છે

ડુંગળી ખાવાથી શરીરને પોટેશિયમ, વિટામીન, સલ્ફર અને મેગ્નેશિયમ જેવા જ પોષક તત્વો મળે છે

ડુંગળીમાં સલ્ફર હોય છે, સલ્ફર આંખના સંપર્કમાં આવવાથી આંસુ નીકળે છે

જો તમે આંસુ વગર ડુંગળી કાપવા ઈચ્છો છો તો આ નુસ્ખાઓ કરી જુઓ

ડુંગળીના છોતરાને કાઢી તેને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો, જેથી સલ્ફર પાણીમાં ઓગળી જશે

તમે ડુંગળીને કાપતા પહેલા ફ્રિજમાં પણ મૂકી શકો છો, ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલો સલ્ફર નીકળી જશે

ડુંગળીને કાપતા અગાઉ છરી પર લીંબુનો રસ લગાવવાથી આંખોમાં બળતરા થતી નથી