કબજિયાત થવાના મુખ્ય બે કારણ છે, પહેલું જમવામાં ફાઈબરની કમી અને બીજું શરીરમાં પાણીની કમી. આ સિવાય ફીઝીકલ એક્ટિવિટી અને દવાઓ પણ કારણ છે.

કબજિયાત માટેની દવાઓથી મોટેભાગે કાયમી રાહત નથી મળતી. જ્યાં સુધી તેની અસર રહે ત્યાં સુધી આરામ મળે.

તો જો તમે લાંબા સમયથી આ બીમારીથી પીડિત હોવ અને આ સમસ્યાથી કાયમી છુટકારો જોઈતો હોય તો આ નેચરલ વસ્તુઓનો તમારી ડાયટમાં ઉમેરો કરો.

અમે તમને કેટલાક એવા ફળો વિશે જણાવીશું જે તમારી આ સમસ્યાને દૂર કરવામાં ઘણી મદદ કરી શકે છે.

પપૈયુ: પપૈયાની અંદર ઘણી માત્રામાં ફાઈબર અને પાપેન નામનું હોય છે જે ડાઈજેસ્ટીવ સિસ્ટમને સાફ કરવાનું કામ કરે છે.

રાસબરી: આ ફળમાં પણ મોટા પ્રમાણમાં ફાઈબર હોવાથી તે જૂનામાં જૂની કબજિયાતની બીમારીને દૂર કરવામાં મદદ કરે છે.

કીવી: કીવીમાંથી પણ ભરપૂર ફાઈબર મળે છે. દરરોજ 1 અથવા 2 કીવી ખાવાથી કબજિયાતથી રાહત મળે છે.

અંજીર: તમે લીલું અંજીર ખાવ કે સૂકું અંજીર તે બંને ફાયદાકારક છે. અંજીરને રાત્રે પાણીમાં પલાળીને રાખી સવારે ખાલી પેટે ખાવાથી કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે.

નાશપતી: નાશપતી કબજિયાતના ઈલાજ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આની અંદર સૉલ્યુબલ અને ઇનસૉલ્યુબલ ફાયબર બંને હોય છે જે ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ કરે છે.