'બિબ્બોજાન'નું પતિ સાથે બ્રાઈડલ શૂટ, અદિતિએ શેર કર્યા પ્રી-વેડિંગના ફોટો

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના લગ્નથી ફેન્સના ઘણા ખુશ થયા છે. બંનેએ રાજસ્થાનના અલીલા ફોર્ટ બિશનગઢમાં બીજી વખત લગ્ન કર્યા હતા.

હવે અદિતિ અને સિદ્ધાર્થે તેમના પ્રી-વેડિંગના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બંને પ્રકૃતિની વચ્ચે પોઝ આપતા જોવા મળે છે.

પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે, અદિતિએ ડિઝાઇનર આનંદ કાબરાના 2013ના કલેક્શનમાંથી બ્લેક એન્ડ ગોલ્ડન શરારા, સફેદ કુર્તો અને ગોલ્ડન દુપટ્ટો સ્ટાઇલ કર્યા હતા.

એક્ટ્રેસે ટ્રેડીશનલ જ્વેલરી સાથે તેનો લુક પૂર્ણ કર્યો. જ્યારે સિદ્ધાર્થે કાળી શેરવાની સાથે મેચિંગ પેન્ટ પહેર્યું હતું.

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના આ નવા ફોટોએ ફેન્સના દિલ જીતી લીધા છે. યુઝર્સનું કહેવું છે કે તેઓ આ નવા ફોટો પરથી નજર નથી હટાવી શકતા.

અદિતિ અને સિદ્ધાર્થના લગ્ન 16 સપ્ટેમ્બરે હૈદરાબાદના 400 વર્ષ જૂના મંદિરમાં થયા હતા. આ પછી બંનેએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા, જેમાં દુલકર સલમાન, મલાઈકા અરોરા અને અન્ય સ્ટાર્સે હાજરી આપી હતી.