Cannes 2025માં અદિતિ અને જાહ્નવીનો જલવો, જુઓ સુંદર તસવીરો

78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે, જેમાં ભારત સહિત વિશ્વભરના કલાકારો ભાગ લઈ રહ્યા છે.

આ દરમિયાન, ભારતીય અભિનેત્રીઓ અદિતિ રાવ હૈદરી અને જાહ્નવી કપૂરે પણ કાન્સમાં હાજરી આપી હતી, જેની તસવીરો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ ભારતીય પરંપરાગત આઉટફિટ, રેડ કલરની સાડી પહેરેલી જોવા મળે છે.

આ તસવીરોમાં, અભિનેત્રી હળવો મેકઅપ અને ગળામાં મોતીનો હાર પહેરેલી જોવા મળી રહી છે, જે તેના લુકમાં વધારો કરી રહી છે.

અભિનેત્રીએ બીચ પરથી બધી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે.

યુઝર્સ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને લાલ પરી કહી રહ્યા છે.

આ ઉપરાંત, કાન્સમાંથી જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે તેની બહેન રિયા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

શેર કરાયેલી તસવીરોમાં જાહ્નવી મોર્ડન ડ્રેસ સાથે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં, અભિનેત્રી બેકલેસ ટોપ પહેરેલી જોવા મળી રહી છે, જેના પર ગોલ્ડન કલરનું વર્ક કરેલું છે.

આ સાથે, જાહ્નવી સિ ગ્રીન કલરનું લાંબુ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે.

અભિનેત્રીની બધી તસવીરો કાન્સના ફ્રેન્ચ રિવેરામાંથી શેર કરવામાં આવી છે, જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.