દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી હંસિકા મોટવાણીએ તેના પતિ સોહેલ કથુરિયાને છૂટાછેડા આપી દીધા છે. તેમના લગ્નજીવનમાં ઘણા સમયથી તિરાડની અફવાઓ ફેલાઈ રહી હતી. જેની હવે પુષ્ટિ થઈ છે.
સોર્સ : GOOGLE
મુંબઈની બાંદ્રા કોર્ટે હંસિકા અને સોહેલના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. 4 વર્ષ અગાઉ અભિનેત્રીએ પોતાની બહેનપણીના એક્સ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી દંપતીને કોઈ સંતાન નથી.
સોર્સ : GOOGLE
હંસિકા મોટવાણીએ 4 ડિસેમ્બર, 2022 ના રોજ ઉદ્યોગપતિ સોહેલ કથુરિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. આ સોહેલના હંસિકા સાથે બીજા લગ્ન હતા. તેણે અગાઉ હંસિકાની ખાસ બહેનપણી રિંકી બજાજ સાથે લગ્ન કર્યા હતા.
સોર્સ : GOOGLE
સોહેલના બંને સંબંધો સફળ થયા નહીં. લગ્નના થોડાક જ મહિનાઓમાં બંને વચ્ચે અણબનાવ જોવા મળ્યો. વારંવાર નાની નાની બાબતે એકબીજા સાથે ઝઘડા થતા હતા. સોહેલ અને હંસિકાનું લગ્નજીવન તૂટવાથી અભિનેત્રીના ચાહકોને આઘાત લાગ્યો છે.
સોર્સ : GOOGLE
તેમના સ્વભાવ, વિચાર અને જીવનશૈલીમાં નોંધપાત્ર તફાવત છે. આના કારણે તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. તેઓ રોજ નાની નાની બાબતો પર ઝઘડા કરતા હતા, અને એક જ છત નીચે રહેવું તેમના માટે વધુને વધુ મુશ્કેલ બન્યું. જે પછી તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો.
સોર્સ : GOOGLE
પરિવાર, સંબંધીઓ અને મિત્રોએ લગ્ન બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ તેમાં નિષ્ફળ ગયા. આખરે દંપતીએ અલગ થવાનો અને લગ્ન તોડી નાખવાનો નિર્ણય લીધો.