મલયાલમ એક્ટ્રેસ પ્રજ્ઞા નાગરાનો હાલમાં જ એક પ્રાઇવેટ વીડિયો લીક થયો હતો, જ્યાં તે આપત્તિજનક હાલતમાં જોવા મળ્યા હતા.
એક્ટ્રેસ મુજબ તે વીડિયો ફેક હતો. વીડિયોમાં એક્ટિંગ કરવામાં આવી હતી, આના કારણે તેના મનમાં ટેકનીક્સને લઈને ડર ઊભો થઈ ગયો છે.
પ્રજ્ઞાએ કહ્યું કે આ વીડિયો AIથી બનાવેલો હતો. જે તેમનો અસલ વીડિયો નહોતો. તેમજ એક્ટ્રેસને AI ટેક્નિકના આ જમાનામાં બધાને સાવધાની રાખવાનું જણાવ્યું હતું.
સાથે જ ઉમેર્યું હતું, મને હજુ પણ વિશ્વાસ નથી આવતો, અને હું હજુ પણ એ જ આશા રાખું છું કે ફક્ત આ એક ખરાબ સપનું હોય અને હું જાગી જાઉ.
ટેકનોલોજી આપની મદદ માટે છે ના તો આપણાં જીવનને દુ:ખભર્યું બનાવવા. મને એ ખરાબ માનસિકતા ધરાવતા લોકો પર દયા આવે છે જે આનો દુરુપયોગ કરે છે.
અને AIથી આવી વસ્તુઓ બને છે અને લોકો આને ફેલાવવામાં મદદ કરે છે. હું આ બધાની વચ્ચે મજબૂત બનવાની કોશિશ કરું છું.
સાથે સાથે તેમણે બધાનો આભાર પણ માન્યો જે લોકો આ કઠણ સમયમાં તેમની સાથે છે.