શાહરુખ ખાનની કો-એક્ટ્રેસ સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ગત વીકેન્ડ બર્લિનમાં નેકેડ પાર્ટી અટેન્ડ કરી હતી, પરંતુ ત્યાં શું થયું તેનો ખુલાસો હવે એક્ટ્રેસે કર્યો છે.

પાર્ટીમાં સુચિત્રા અનકમ્ફર્ટેબલ થઈ ગઈ હતી તેથી તે માત્ર 20 મિનિટમાં ત્યાંથી નીકળી ગઈ અને ગાયત્રી મંત્રના જાપ કરવા લાગી.

સોશિયલ મીડિયા પર એક્સપિરિયન્સ શેર કરતા તેણે લખ્યું, ‘બર્લિનમાં બોડી પોઝિટિવિટી/નેકેડ પાર્ટી અટેન્ડ કરી હતી.

ત્યાં જઈને મને એક કહેવત યાદ આવી- એટલા પણ ઓપન માઇન્ડ ન બનો કે તમારું મગજ ખરાબ થઈ જાય. હું હંમેશાથી દેશી ગર્લ રહી છું.

‘શાવર અને ગાયત્રી મંત્ર જપવાની જરૂર છે. બાપ રે.’ એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે આ ઘટના વિશે વિસ્તારમાં વાત કરી હતી.

તે કહે છે, નેકેડ પાર્ટી ત્યાં કોમન છે. તેનો હેતુ બોડી પોઝિટિવિટીને પ્રમોટ કરવાનો હોય છે. મેં વિચાર્યું, ચાલો એક્સપિરિયન્સ કરીએ.

બારમાં પાર્ટી થઈ રહી હતી જે એક મિત્રના મિત્રની હતી. હું ગેસ્ટ લિસ્ટમાં સામેલ હતી. હું ત્યાં ગઈ અને થોડી જ વારમાં ત્યાંથી ભાગી ગઈ. હું દેશી ગર્લ છું.

મને કોઈના પ્રાઇવેટ પાર્ટ નથી જોવા, પરંતુ બધુ જ સારી સ્પિરિટમાં હતું. આ ફન અને પોઝિટિવિટી માટે હતું. જરાય પણ વલ્ગર ન હતું.

પરંતુ એક ભારતીય તરીકે આપણે આપણી બોડીને લઈને હંમેશથી સાવચેત રહ્યા છીએ. આપણને શરીરને સાચવવું અને છુપાવવું શીખવવામાં આવે છે.

સુચિત્રાએ જણાવ્યું કે, પાર્ટી આખી રાત ચાલવાની હતી. ત્યાં ઘણા બધા લોકો હતા, જેમને આમંત્રણ મળ્યું હતું. મજા આવી પણ હું દેશી ગર્લ છું.

સુચિત્રાએ શાહરુખ ખાનની ફિલ્મ ‘કભી હા કભી ના’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તેના પછી તે ટીવી અને કેટલાક શોઝમાં જોવા મળી.