કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળેલી એક્ટ્રેસ અંજલિ આનંદ એકદમ બદલાઈ ગઈ છે. તેણે જબરદસ્ત વેટ લોસ કર્યું છે.

અંજલિએ ઈન્સ્ટાગ્રામ પર AMA સેશન રાખ્યું હતું. જેમાં તેના વેટ લોસ અને ટ્રાંસફોર્મેશનને લઈને અનેક સવાલ પૂછાયા. એક્ટ્રેસ જણાવ્યું કે, તે છેલ્લા 9 મહિનાથી મહેનત કરી રહી છે.

અંજલિ આનંદે જણાવ્યું કે, રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં ભાગ લેવાથી પણ તેને મદદ મળી હતી. છેલ્લા 9 મહિનામાં તેણે ઘણું વજન ઘટાડ્યું છે.

ખાસ વાત એ છે કે, એક્ટ્રેસે આ બધુ જિમ ગયા વિના જ કર્યું છે. અંજલિએ જણાવ્યું કે, તે પોર્શન કંટ્રોલ કરી રહી છે. તે ખુશ છે અને પોતાની મૂવમેન્ટ પર ધ્યાન આપી રહી છે.

તેણે કહ્યું, ‘મેં જ્યાં સુધી આ જોયું નહોતું ત્યાં સુધી મને તેનો અહેસાસ નહોતો. લોકો મને ઓળખી નથી શકતા, કારણ કે મેં મારા લાંબા વાળ પણ કટ કરાવી નાખ્યા છે.’

‘હું અરીસામાં જોવું છું અને વિચારું છું, આ કોણ છે? મેં ખરેખર ખૂબ મહેનત કરી છે. હું છેલ્લા 9 મહિનાથી નોનસ્ટોપ કામ કરી રહી છું.’

‘હું શૂટ કરી રહી છું, સતત ચાલી રહી છું. હું જિમ નથી ગઈ. ઝલકમાં પણ મૂવમેન્ટ વધી હતી, પરંતુ મેં પોર્શન કંટ્રોલ કરવાનું પણ ચાલું રાખ્યું હતું.’

‘હું ઇમોશનલ ઇટિંગ વધુ કરી રહી છું. કદાચ હું ખુશ છું, એટલે નેટફ્લિક્સ અને ફૂડનો સહારો નથી લઈ રહી. કામમાં વ્યસ્ત છું અને લાઇફ એન્જોય કરી રહી છું.’

તેણે આગળ કહ્યું, ‘મેં પોતાની પર્સનાલિટી જ ચેન્જ કરી નાખી છે. હું મારા હોટ ગર્લ એરામાં છું અને પોતાને રોજ વધુ પ્રેમ કરી રહી છું. ગિવઅપ કરતા હું શીખી જ નથી.’