બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યને અમદાવાદની ઓળખ એવા અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.

'ચંદુ ચેમ્પિયન' 14 જૂને રિલીઝ થશે. કાર્તિકે ફિલ્મમાં મુરલીકાંતની ભૂમિકા ભજવી છે.

કાર્તિકે મીડિયા સાથે વાતચીત દરમિયાન ફિલ્મમાં તેના બોડી ટ્રાન્સફોર્મેશન અંગે પોતાના અનુભવ શેર કર્યા હતા.

આ ફિલ્મ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ડ્રામા બાયોપિક છે.

કાર્તિકને જોવા માટે અમદાવાદીઓ પણ ઉમટી પડ્યા હતા. કાર્તિક તેની અપકમિગ ફિલ્મને લઈને ચર્ચામાં છે.