આવું હોઈ શકે છે એક્ટિવા ઈલેક્ટ્રિક સ્કૂટર! જુઓ ડિઝાઇન અને ફીચર્સના ફોટો

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા 27મી નવેમ્બરે તેનું એક્ટિવા ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ સ્કૂટર સંબંધિત કેટલાક ટીઝર પણ શેર કર્યા છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની તેના CUV e ઈલેક્ટ્રિક સ્કૂટરમાંથી Activa EVના ઘણા એલિમેન્ટ લઈ શકે છે. તે હોન્ડા દ્વારા 2024 EICMA શોમાં સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

કંપનીએ 2023 ટોક્યો મોટર શોમાં CUV e ઈલેક્ટ્રિક સ્કૂટરનો કોન્સેપ્ટ બતાવ્યો છે. એક્ટિવા ઈલેક્ટ્રિક આના જેવું હોઈ શકે છે.

તેની ડિઝાઇન અને મિકેનિઝમ CUV e પર આધારિત હોવાની અપેક્ષા છે. એક્ટિવાના ટીઝરમાં, ઈલેક્ટ્રિક મોટરની સાથે, હેડલાઈટની ડિઝાઇન અને સીટનો આકાર CUV e જેવો જ છે.

CUV e ત્રણ કલર ઓપ્શનમાં આવે છે. જેમાં પર્લ જ્યુબિલી વ્હાઈટ, મેટ ગનપાઉડર બ્લેક મેટાલિક અને પ્રીમિયમ સિલ્વર મેટાલિકનો સમાવેશ થાય છે.

તેમાં સ્કલ્પટેડ બોડી પેનલ્સ અને સ્મૂધ ફિનિશનો સમાવેશ થાય છે. સ્કૂટરમાં આગળના ભાગમાં એપ્રોન-માઉન્ટેડ હેડલેમ્પ અને પાછળના ભાગમાં આકર્ષક ટેલ લેમ્પ બાર છે.

રાઈડર્સને ડ્યુઅલ TFT ડિસ્પ્લે વિકલ્પ પસંદ આવશે. તેમાં 5-ઈંચ અથવા 7-ઈંચની સ્ક્રીન હોઈ શકે છે. જેમાં મોટું વર્ઝન Honda RoadSync Duo દ્વારા સ્માર્ટફોન કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

સિસ્ટમ કોલ્સ અને નેવિગેશન માટે બ્લૂટૂથ પેરિંગ સાથે મ્યુઝિક કંટ્રોલને સરળ બનાવે છે. અન્ય ફીચર્સમાં USB-C ચાર્જિંગ પોર્ટ, આગળ અને પાછળ બંને બાજુએ 12-ઈંચના એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે.

CUV eની સીટની ઊંચાઈ 765 mm, વ્હીલબેઝ 1,311 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 270 mm છે. તેનું વજન 118 કિલો છે. તેને શહેરમાં ટ્રાવેલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

તેમાં રિવર્સ મોડ પણ છે, જે સાંકડી ગલીઓમાં વાહનને રિવર્સ કરવાનું સરળ બનાવે છે. CUV eમાં ત્રણ રાઈડિંગ મોડ્સ સ્ટાન્ડર્ડ, સ્પોર્ટ અને ઈકોન મેળવે છે. જેથી રાઈડર્સ તેમના અનુભવને કસ્ટમાઇઝ કરી શકે.

તે રિમૂવેબલ 1.3 kWh બેટરી પેક દ્વારા ઓપરેટ થાય છે. જેના કારણે સ્કૂટર મહત્તમ 6 kW સુધી પાવર જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક સુધી છે.

તે ફૂલ ચાર્જ પર 70 કિમી સુધીની રેન્જ પ્રદાન કરે છે. દરેક બેટરી લગભગ 3 કલાકમાં 0થી 75 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. Activa EVમાં MRF ટાયર હશે.