ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 18 સ્પેટમ્બરના ટ્વિટર પર ત્રણ પોસ્ટ કરીને સસ્પેન્સ ક્રિએટ કર્યું છે.
એક્સ પર જેમ કોહલીએ આ 3 પોસ્ટ કરી કે તરત જ ફેન્સ ટેન્શનમાં આવી ગયા. તેમણે કોમેન્ટ કરી પૂછ્યું કે બધુ જ બરાબર છે ને...
વાસ્તવમાં વિરાટ કોહલીએ એક કલાકની અંદર 3 પોસ્ટ કરી, 9 વાગ્યે તેણે ટ્વિટ કરીને લખ્યું, દયા (Kindness)
બીજી પોસ્ટ કોહલીએ સવારે 9:31 વાગ્યે કરી. તેમાં તેણે લખ્યું - Chivalry... જેનો અર્થ છે: ખૂબ જ વિનમ્ર, ઈમાનદાર અને દયાળુ વ્યવહાર. ખાસ કરીને પુરુષો દ્વારા મહિલાઓ પ્રત્યે.
પછી કોહલીએ એક અન્ય પોસ્ટ સવારે 10 વાગ્યે કરી, જેમાં તેણે લખ્યું- Respect એટલે સન્માન.
આ છે કોહલીના ત્રણ ટ્વિટ... તેના પછી તો ફેન્સે પણ તેના કોમેન્ટ સેક્શનમાં સવાલોની લાઇન લગાવી દીધી. એક યુઝરે પૂછ્યું- બધુ જ બરાબર તો છે ને.
એક અન્ય યુઝરે પૂછ્યું કે, ક્યાંય કોહલીનું એકાઉન્ટ હેક તો નથી થઈ ગયુંને.
પરંતુ હજી સુધી આ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોહલીએ આ ત્રણ એક શબ્દવાળા ક્રિપ્ટિક પોસ્ટ કેમ કર્યા અને તેનો શું અર્થ છે.
વિરાટ કોહલી ક્રિકેટના તમામ ફોર્મેટમાં 27,000 રન બનાવનારો સૌથી ફાસ્ટ ક્રિકેટર બનવાથી થોડા જ રન દૂર છે.
કોહલીને 58 રનની જરૂર છે. કોહલીએ અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં 533 મેચની 591 ઈનિંગમાં 26,942 રન બનાવ્યા છે.