પાકિસ્તાન સામે અભિષેક શર્માએ કરી કમાલ, 11 વર્ષ બાદ થયું આવું

સોર્સ : ESPNcricinfo

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં બીજી મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી.

સોર્સ : ESPNcricinfo

ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેના જવાબમાં યુવા ભારતીય ઓપનર અભિષેક શર્માએ તોફાની ઈનિંગ રમી.

સોર્સ : ESPNcricinfo

અભિષેક શર્માએ આ મેચમાં માત્ર 13 બોલનો સામનો કર્યો અને 238.46ની સ્ટ્રાઇક રેટથી 31 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

સોર્સ : Google

આ ઈનિંગ સાથે અભિષેક શર્મા 11 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો અને એક ખાસ યાદીમાં જોડાયો છે.

સોર્સ : Google

અભિષેક શર્મા પાકિસ્તાન સામે T20I મેચમાં 30+ રનની ઈનિંગ રમનાર ચોથો ભારતીય ઓપનર બન્યો છે. આ પહેલા ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે અને શિખર ધવન આ કામ કરી ચૂક્યા છે.

સોર્સ : Google

તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા છેલ્લા 11 વર્ષમાં પાકિસ્તાન સામે T20I મેચમાં 30+ રન બનાવનાર પ્રથમ ભારતીય ઓપનર છે. તેના પહેલા શિખર ધવને 2014ના T20 વર્લ્ડ કપમાં આ કારનામું કર્યું હતું.

સોર્સ : Google

અભિષેક શર્માએ પણ UAE સામે પણ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તે મેચમાં તેણે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો.

સોર્સ : ESPNcricinfo